🔥 TRENDING ‘ସୁଜଳ’ ଅଭିଯାନର ଶୁଭାରମ୍ଭ କଲେ ନଗର ଉନ୍ନୟନ... ଓଡ଼ିଶା ଖଣି ଯାନ୍ତ୍ରିକ ବିଦ୍ୟାଳୟ ହଷ୍ଟ୍ରେଲର... କୌନ ବନେଗା କରୋଡ଼ପତି ହଟ ସିଟରେ ମୟୁରଭଞ୍ଜ ଝ... सिमुलिया डिग्री कॉलेज के छात्रों ने कॉ... अमेठी में बाइक की टक्कर से एक की मौत,... વલસાડ કોર્ટમાં ગુજરાત કિરાયા વિધેયકના...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

ગુજરાતમાં ફિલ્મ નિર્માણ સરળ બન્યું: રાજ્યનું 'સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલ' લોન્ચ

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 03 Oct 2026, 12:00 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારે ફિલ્મ નિર્માતાઓ માટે 'સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલ' લોન્ચ કર્યું છે, જેનાથી વિવિધ સરકારી મંજૂરીઓ એક જ જગ્યાએથી મળશે અને સિનેમા પ્રવાસનને પ્રોત્સાહન મળશે.

ગુજરાત સરકારે ફિલ્મ નિર્માતાઓ, પ્રોડક્શન હાઉસ અને લાઇન પ્રોડ્યુસર્સ માટે એક મહત્વપૂર્ણ સુવિધા આપતા 'સિંગલ વિન્ડો સિનેમેટિક પોર્ટલ' લોન્ચ કરીને સિનેમા જગતને ગ્રીન સિગ્નલ આપ્યું છે. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ગાંધીનગરના GIFT સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના પ્રવાસન મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ ડિજિટલ પોર્ટલનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ નવા પોર્ટલના માધ્યમથી હવેથી ફિલ્મ નિર્માતાઓને ડોક્યુમેન્ટરી, ફીચર ફિલ્મ, એડ ફિલ્મ કે વેબ સિરીઝના શૂટિંગ માટે વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. પોલીસ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને પુરાતત્વ વિભાગ સહિતના તમામ જરૂરી ક્લિયરન્સ અને NOC આ એક જ ઓનલાઇન પોર્ટલ પરથી નિર્ધારિત સમયમર્યાદામાં મેળવી શકાશે.

ગુજરાતના આ પોર્ટલને ભારત સરકારના 'ઇન્ડિયન સિને હબ' પોર્ટલ સાથે બાય-ડિરેક્શનલ ઇન્ટિગ્રેશન (જોડાણ) કરવામાં આવ્યું છે. આનાથી રાજ્યની સિસ્ટમ સીધી રાષ્ટ્રીય સ્તરની સિસ્ટમ સાથે કનેક્ટ થઈ ગઈ છે. પોર્ટલ પર ઓનલાઇન ટ્રેકિંગ સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી અરજી ક્યાં પહોંચી છે તેની વિગત જાણી શકાશે, જેનાથી ફિલ્મ સર્જકોના સમય અને નાણાંની મોટી બચત થશે.

આ પહેલથી કચ્છના સફેદ રણ, સાસણ ગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ અને અમદાવાદના હેરિટેજ સ્થળો જેવા અનેક સુંદર સ્થળો પર શૂટિંગ કરવું વધુ સરળ બનશે. પરિણામે રાજ્યમાં સિનેમેટિક ટુરિઝમ વધશે અને સ્થાનિક કલાકારો, ટેકનિશિયનો તેમજ હૉસ્પિટાલિટી અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.
📲Get App