🔥 TRENDING नौशेरा सेक्टर में भारतीय सेना ने पाक अ... साईकृपा सदगुरू फाउंडेशनचा चौथा वर्धापन... कलेक्टर ने जिला चिकित्सालय का निरीक्षण... संत रामपाल जी महाराज ने गरीबों की सहाय... આજરોજ ખંભાલીડા (મોરાર સાહેબ) ગામથી જામ... यूपी में 15 IAS अधिकारियों के तबादले,...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં ભંગારના ડેલામાં ભીષણ આગ, ફાયર વિભાગે ત્રણ કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો
Local

અમરેલીમાં ભંગારના ડેલામાં ભીષણ આગ, ફાયર વિભાગે ત્રણ કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 03 Oct 2026, 03:40 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી શહેરના સાવરકુંડલા રોડ બાયપાસ ફાટક પાસે આવેલ મીરા એન્ટરપ્રાઈઝના ભંગારના ડેલામાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અમરેલી શહેરના સાવરકુંડલા રોડ બાયપાસ ફાટક પાસે આવેલ મીરા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના ભંગારના ડેલામાં આગ લાગ્યાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઈન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ બે વોટર બાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે તાત્કાલિક પાણી અને ફોમનો સતત મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. વહેલી સવારના સમયે જીવના જોખમે કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. આ કામગીરીમાં પ્રવિણભાઈ ચૌહાણ, ભગવતસિંહ ગોહિલ, સાગરભાઈ પુરોહિત, ખુશભાઈ ઓળકીયા, જગદીશભાઈ ભુરીયા, અરુણભાઈ વાઘેલા, ક્રિષિકભાઈ પરમાર અને મિલનભાઈ ગાંભવા સહિતના ફાયર સ્ટાફે ફરજ બજાવી હતી.
📲Get App