देश
વડોદરા ભાજપ કાર્યાલયમાં શહીદોના પરિવારોનું સન્માન અને સેવા સંકલ્પ અભિયાનની સમીક્ષા
વડાપ્રધાનના જનસેવાના ૨૫ વર્ષ નિમિત્તે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન'ના ભાગરૂપે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય 'વંદે કમલમ્' ખાતે શહીદોના પરિવારોનું સન્માન કરાયું અને 'સેવા જ્યોતિ યાત્રા'ની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ.
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ‘વંદે કમલમ્’ ખાતે શહીદોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમના બલિદાન અને દેશસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જનસેવાના ૨૫ વર્ષ નિમિત્તે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયો હતો. આ અભિયાનના ભાગરૂપે જિલ્લામાં યોજાનારી ‘સેવા જ્યોતિ યાત્રા’ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં આગામી કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા, આયોજન તથા વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને સંબંધિત સૌને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખશ્રી રસિકભાઈ પ્રજાપતિ, વડોદરા જીલ્લા પ્રભારી શ્રી ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો.બી.જે. બ્રહ્મભટ્ટ, સેવા જ્યોતિ યાત્રાના મધ્યઝોનના ઇન્ચાર્જ ડૉ. આશવભાઈ પટેલ, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા), ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ, ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી જયદીપસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રી બ્રિજેશભાઈ પટેલ, મહામંત્રીશ્રી યોગેશભાઈ અધ્યારૂ, વડોદરા જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી, જિલ્લા- તાલુકાના હોદ્દેદારો અને પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.