🔥 TRENDING સાબરકાંઠા પોલીસની અસામાજિક તત્વો સામે... સાબરકાંઠા પોલીસની અસામાજિક તત્વો સામે... 🏏 रोहित शर्मा शतक से चूके, 92 रन पर आ... Boiler Explosion at Andhra Pradesh Pha... Andhra Pradesh pitches Amaravati as sa... આતંક મચાવનાર કપિરાજ અંતે પાંજરે પુરાયા
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

"જનસેવા એ જ સાચી ઉજવણી - થાણાસાવલીમાં સાહિલભાઈ પરમારના જન્મદિને અનોખો સેવાયજ્ઞ"

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 03 Oct 2026, 04:32 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

જન્મદિવસની ઉજવણી તો સૌ કોઈ કરે છે, પરંતુ જ્યારે ઉજવણી જનસેવાનું માધ્યમ બને ત્યારે તે પ્રેરણા બની જાય છે. આવો જ પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે થાણાસાવલી ગામે.


થાણાસાવલી ગામ ખાતે સામાજિક અને રાજકીય આગેવાન સાહિલભાઈ પરમારના જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી. કેક કાપીને નહીં, પણ જનસેવાના સેવાકીય કાર્યો થકી.

આ સેવા કાર્યક્રમ અંતર્ગત ગામની સગર્ભા માતાઓ માટે આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓને પોષણ માટે પ્રોટીન પાવડર અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સાથોસાથ, ટીબીના દર્દીઓને ઝડપથી સ્વસ્થ થાય તે હેતુથી પૌષ્ટિક આહારની પોષણ કીટનું વિતરણ કરાયું હતું.

અને સૌથી મહત્વપૂર્ણ, 30 વર્ષથી વધુ ઉંમરના તમામ ભાઈ-બહેનો માટે NCD એટલે કે બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ હાથ ધરાયું હતું. જેમાં બ્લડ પ્રેશર, બ્લડ સુગર, વજન, ઊંચાઈ અને BMI ની તપાસ કરીને આરોગ્યલક્ષી કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું.


આ પ્રસંગે લુણાવાડાના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સી. આર. પટેલીયા, ડૉ. મયુર ભગત, PHC ખારોલના મેડિકલ ઓફિસરશ્રી તેમજ આરોગ્ય વિભાગનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ખરેખર, જન્મદિવસને માત્ર અંગત ઉજવણી પૂરતો સીમિત ન રાખતા, સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચાડવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ છે.

જનસેવા એ જ પ્રભુસેવા અને જનસેવા એ જ સાચી જન્મદિનની ઉજવણી... આ સૂત્રને સાહિલભાઈ પરમારે સાર્થક કર્યું છે.

થાણાસાવલીથી, વિશેષ અહેવાલ.
📲Get App