🔥 ट्रेंडिंग नूंह: खेड़ला गांव में सोशल मीडिया पर आ... હિંમતનગર: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન... केंद्रीय गृह मंत्री अमित शाह का मध्य प... મહુધા પોલીસ સ્ટેશનના ASI અને વકીલ લાંચ... अमळनेरमध्ये भरदिवसा अवैध वाळू तस्करांच... જીઆઇડીસી મકરપુરામાં બે જૂથો વચ્ચે મારા...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બાબરામાં પરિણીતાને સાસરીયાઓ દ્વારા માર માર્યાની ફરિયાદ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 03 अक्टू. 2026, 05:55 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરામાં એક પરિણીતાએ પોતાના સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બાબરા શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતાના સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, 'તમારા દીકરાને ઘરે રાખવો હોય તો મને વાંધો નથી' એમ કહેતા જ સાસરીયાઓએ એક સંપ કરીને પરિણીતાને માર માર્યો હતો.

પીડિતા વર્ધમાનબેન વલ્લભભાઈ દેતુજા (ઉ.વ.33) એ વર્ષ 2023માં ધવલભાઈ રવજીભાઈ દેતુજા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને બાબરામાં ભાડાના મકાનમાં રહેતા હતા. લગ્ન બાદથી જ સાસરીયાઓ તેમના પતિને તેમની વિરુદ્ધ ચઢામણી કરતા હતા, જેના કારણે પતિ પણ તેમને માર મારતો અને ગાળો આપીને ત્રાસ આપતો હોવાનો આક્ષેપ છે.

ગત 26 જુલાઈ, 2024 ના રોજ પીડિતા પોતાની સાસરીમાં જઈને સસરા રવજીભાઈ દેતુજાને પૂછ્યું હતું કે 'તમારા દીકરાને ઘરે રાખવો હોય તો મને વાંધો નથી, પણ જ્યારે હોય ત્યારે મારા ઘરે આવીને મારે છે એ શું કામ?' આટલું કહેતા જ તમામ આરોપીઓએ તેમને ગાળો આપી હતી અને પતિએ મોઢાના ભાગે ઝાપટ મારી શરીરે ઢીકા-પાટુનો માર માર્યો હતો.

ફરિયાદમાં અન્ય આરોપીઓ દ્વારા પણ અવારનવાર નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિતાએ પતિ ધવલભાઈ, મંજુબેન, રંજનબેન અને પારસભાઈ સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જે હેડ કોન્સ્ટેબલ એમ.બી. સિંધવ ચલાવી રહ્યા છે.
📲Get App