🔥 ट्रेंडिंग સુરેન્દ્રનગર પેરોલ ફલોસ્કોડ નીટીમેપોસક... એશિયાડમાં પાકિસ્તાન સામે ક્રિકેટમાં જી... નવાગામ - સોમલપર માર્ગનું વિધિવત ખાતમુહ... વિકસિત ભારત @ 2047’, ‘નશા મુક્ત ભારત’... पूर्व गुजरात मंत्री चावड़ा ने बीजेपी स... कर्नाटक ने 2027 के एसएसएलसी परीक्षा शु...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદ: સરખેજમાં ડમ્પરની ટક્કરથી રાહદારીનું મોત, ચાલક ફરાર

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 03 अक्टू. 2026, 04:05 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના સરખેજ વિસ્તારમાં અંબર ટાવર પાસે ડમ્પરની અડફેટે એક રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.

અમદાવાદના સરખેજ વિસ્તારમાં અંબર ટાવર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક પુર ઝડપે આવી રહેલા ડમ્પરની અડફેટે એક રાહદારી આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

આ અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ફરાર થયેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App