🔥 ट्रेंडिंग मेरठ: नौकरी के नाम पर ₹1500 ठगे, 24 घं... જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા શપથ... પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વા... કલોલ TDO દ્વારા ઘર વિહોણાઓને પ્લોટ ફાળ... પ્રફુલભાઈ પાનશેરિયાએ કાગવડ ખોડલધામ મંદ... कर्नाटक पुलिस ने अल्पसंख्यक मतदाताओं क...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર: ગાંધી જયંતિ નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં પ્રભારી મંત્રી જોડાયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 02 अक्टू. 2026, 07:58 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે હિંમતનગર ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ યોજાયેલા શ્રમદાન કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ડૉ. પ્રધુમન વાજાએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો..

સાબરકાંઠામાં-:
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિના પાવન અવસરે હિંમતનગર ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ ના સંકલ્પ સાથે મોતીપુરા વિસ્તાર તેમજ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ.પ્રધુમન વાજા ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા.આ પ્રસંગે પ્રભારી મંત્રી ડૉ.વાજાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તથા પુષ્પ અર્પણ કરી ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સાદગીના વિચારો તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીના રાષ્ટ્રસેવા અને કર્તવ્યનિષ્ઠાના આદર્શોને સ્મરણ કરી સૌને સ્વચ્છ અને વિકસિત ભારતના નિર્માણ માટેના સંકલ્પને વધુ મજબૂત કરવા પ્રેરણા આપી હતી..

પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી, પરંતુ સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણ માટેની આપણી સામૂહિક જવાબદારી છે. આ અવસરે, સ્વચ્છતાના કાર્યમાં સતત સમર્પિત સફાઈ કર્મચારીઓનું સન્માન કરી તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
📲Get App