Local
સુરતમાં ગૌહત્યા બંધ કરાવવા માટે વિશાળ 'અહિંસા માર્ચ'નું આયોજન
ગાંધી જયંતિના દિવસે સુરતમાં ગેરકાયદે કતલખાના અને ગૌહત્યા સદંતર બંધ કરાવવાની માંગ સાથે વિશાળ 'અહિંસા માર્ચ'નું આયોજન કરાયું, જેમાં હજારો જીવદયા પ્રેમીઓ જોડાયા.
સુરત શહેરમાં આજે, 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાના અને ગૌહત્યા સદંતર બંધ કરાવવાની માંગ સાથે એક વિશાળ 'અહિંસા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં જૈન અને હિન્દુ સમાજના અનેક સાધુ-સંતો તેમજ હજારો જીવદયા પ્રેમીઓએ બેનરો સાથે ભાગ લીધો હતો.
ગુજરાત ગૌરક્ષા આયોગના ચેરમેન સાજન ભરવાડે આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીનું સ્વપ્ન હતું કે સર્વપ્રથમ ગૌહત્યા બંધ થવી જોઈએ. કોંગ્રેસે 50 વર્ષ શાસન કર્યું છતાં ગાયની સ્થિતિ એની એ જ રહી. ત્યારબાદ ભાજપ 14 વર્ષથી સત્તા પર છે અને ગાયનું પૂંછડું પકડીને સત્તાના શિખરે પહોંચી છે, છતાં ગૌ હત્યાઓ અટકતી નથી.'
માર્ચમાં જોડાયેલા જીવદયા પ્રેમીઓની મુખ્ય માંગ ગૌહત્યાઓ અને ગેરકાયદે કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરવાની છે. આયોજકોએ સરકારને આ દિશામાં કડક પગલાં ભરવા અપીલ કરી હતી.