🔥 ट्रेंडिंग શાહિબાગ પોલીસ દ્વારા દફનાળા ચાર રસ્તા... સાબરકાંઠા LCB દ્વારા ૩૪૫ કિલોથી વધુ ગા... કોસિન્દ્રા ગામના મિત્રો દ્વારા જન્મદિવ... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... महराजनगर में लकड़ी से लदी ट्रैक्टर-ट्र... Chekig
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત સાયબર ક્રાઈમ સેલે શેરબજારમાં લાખોની ઠગાઈ કરનાર ટોળકીના વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 02 अक्टू. 2026, 08:50 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત સાયબર ક્રાઈમ સેલે શેરબજારમાં તોતિંગ નફાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતી સાયબર ભેજાબાજોની ટોળકીના વધુ એક વોન્ટેડ આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યો છે. આરોપી બેંક એકાઉન્ટ સપ્લાય કરવાનું કામ કરતો હતો.

સુરત શહેરમાં શેરબજારમાં તોતિંગ નફાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતી સાયબર ભેજાબાજોની ટોળકીના વધુ એક વોન્ટેડ આરોપીને સુરત સાયબર ક્રાઈમ સેલે ઝડપી લીધો છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વાવ ગામના દરબારગઢ વિસ્તારમાં રહેતા અને નોકરી કરતા 28 વર્ષીય આરોપી અશ્વિન જેઠુભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીનો મુખ્ય ગુનાહિત રોલ સામાન્ય કમિશન મેળવીને સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ સપ્લાય કરવાનો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેના દ્વારા આપવામાં આવેલા બેંક ખાતાનો ઉપયોગ કરીને દેશભરમાં લાખો-કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી.

આ સાયબર સિન્ડિકેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે લોકોને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ ફરિયાદીના પુત્રને શેર માર્કેટ તેમજ "Brd/Brp Fund 100 Day Wealth Leap Program" માં રોકાણ કરવાથી 390% સુધીનું અધધ વળતર મળશે તેવી ખોટી લાલચ આપતા હતા. રોકાણકારનો વિશ્વાસ જીતવા માટે તેમને "Brp Fund104 - Grow Together" અને "BRP Fund-Grow Together-008" જેવા વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરવામાં આવતા હતા.

ત્યારબાદ, આરોપીઓ દ્વારા બનાવવામાં આવેલી બોગસ અને કુટલેખનવાળી વેબસાઈટ brp5.com તથા app.toloyyi.com પર લોગિન કરાવી, સ્ક્રીન પર નકલી નફો દર્શાવી નાણાં રોકવા માટે મજબૂર કરવામાં આવતા હતા. આ રીતે અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App