Health
સાબરકાંઠા: શેરપુર ગામે યોજાયો મફત નેત્ર નિદાન કેમ્પ, ૩૪ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત..
Watch on:
▶️ YouTube
ભાજપા સોશ્યલ મીડિયા સાબરકાંઠા દ્વારા સેવા પખવાડિયા નિમિત્તે ઇડર તાલુકાના શેરપુર ગામે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં ૨૨૦ દર્દીઓની તપાસ કરાઈ અને ૩૪ને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાઈ..
સાબરકાંઠામાં-:
ભાજપા સોશ્યલ મીડિયા સાબરકાંઠા દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત ઇડર તાલુકાના શેરપુર ગામે એક મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ ઇડર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને આંખ સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો.આ નિદાન કેમ્પ દરમિયાન, કુલ ૨૨૦ જેટલા દર્દીઓએ પોતાની આંખોની નિઃશુલ્ક તપાસ કરાવી હતી.જરૂરિયાત મુજબ ઘણા દર્દીઓને ચશ્મા અને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.આ પહેલ દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને રાહત મળી હતી..
તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે આશરે ૩૪ દર્દીઓને મોતિયાના ઓપરેશનની તાત્કાલિક જરૂર છે.આ દર્દીઓને સંસ્થા દ્વારા સંચાલિત બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવશે,જ્યાં તેમના મોતિયાના ઓપરેશન પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે.ઓપરેશન પૂર્ણ થયા બાદ આ જ બસ દ્વારા દર્દીઓને સુરક્ષિત રીતે તેમના ગામ સુધી પરત પહોંચાડવામાં આવશે.આ પ્રસંગે ભાજપા સાબરકાંઠા જિલ્લા ઉપ પ્રમુખ અશોકભાઈ જોષી,ભાજપા ઇડર પ્રમુખ દિનેશભાઈ પટેલ,ભાજપા સાબરકાંઠા જિલ્લા સોશ્યલ મીડિયા કન્વીનર અસીમભાઈ પટેલ, ભાજપા ઇડર તાલુકા મહામંત્રી અનુપસિંહ ચૌહાણ, ઇડર તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યાબેન પટેલ, ઇડર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પટેલ, કડિયાદરા જિલ્લા પંચાયત સદસ્ય ભગવતીબેન પટેલ, લાલોડા તાલુકા પંચાયત સદસ્ય ભારતીબેન પટેલ, અને સોશ્યલ મીડિયા જિલ્લા કારોબારી સભ્ય નિખિલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.