🔥 TRENDING बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... महराजनगर में लकड़ी से लदी ट्रैक्टर-ट्र... Chekig मंत्री सतीश शर्मा ने किया नई सड़क का उ... ओतुर मार्केटमध्ये तरकारी भाजीपाल्याची... गांधी जयंती पर पूर्व चेयरमैन आशीष शर्म...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં ડમ્પરની ટક્કરે વૃદ્ધાનું મોત, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 02 Oct 2026, 09:12 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અબ્રામા ગોપીન ગામ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે મોપેડ સવાર પરિવારને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સુરત શહેરમાં ભારે વાહનોનો ત્રાસ અને બેફામ ડ્રાઇવિંગ દિનપ્રતિદિન નિર્દોષ નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે. શહેરના અબ્રામા ગોપીન ગામ રોડ પર આજે એક હૃદયદ્રાવક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતા એક ડમ્પરે મોપેડ સવાર પરિવારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલકે વાહન થોભાવવાને બદલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં મોપેડ ડમ્પર નીચે ફસાઈને લાંબા અંતર સુધી ઢસડાયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં મોપેડ પર સવાર વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અબ્રામા ચોક અને ગોપીન ગામ રોડ પરથી મોપેડ પર ત્રણ લોકો સવાર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા બેફામ ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ ડમ્પરના આગળના ભાગે ફસાઈ ગયું હતું.

અકસ્માત બાદ ડમ્પર ચાલકે બ્રેક મારવાના બદલે વાહન દોડાવી મૂક્યું હતું અને મોપેડને રસ્તા પર ઢસડી ગયો હતો. રસ્તા પર તણખા અને ચીચીયારીઓ વચ્ચે સર્જાયેલા આ દ્રશ્યને જોઈને સ્થાનિકો અને રાહદારીઓ હતપ્રભ થઈ ગયા હતા. આ ઘટના બાદ ભારે વાહનોના નિયંત્રણ અને ડ્રાઇવિંગની ગુણવત્તા પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.
📲Get App