🔥 TRENDING सुमेरपुर: कांग्रेस नेताओं ने बाबा गांव... Anantnag Police arrested Danish Ahmad... ਥਾਣਾ ਸਿਟੀ ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਪੁਲਿਸ ਵੱਲੋ... संग्रामपुर में बाढ़ के बाद राहत कार्यो... बीदर ચંદનજી ઠાકોરે સિદ્ધપુર શહેર ખાતે ગાંધી...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરની વ્યથા વાચા આપવા સુઈ ગામ ના ક્રિએટર પહોંચ્યા બસ સ્ટેન્ડ સહિતની પાયાની સુવિધાઓનો અભાવ, ઠેર-ઠેર ગંદકી

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 02 Oct 2026, 05:08 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરની વ્યથા વાચા આપવા સુઈ ગામ ના ક્રિએટર પહોંચ્યા
બસ સ્ટેન્ડ સહિતની પાયાની સુવિધાઓનો અભાવ, ઠેર-ઠેર ગંદકી
વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી સાંતલપુરમાં વિકાસના કામો કરવાની માંગ
સાંતલપુર: સાંતલપુર તાલુકાના વર્ષોથી પડતર રહેલા વિવિધ જાહેર પ્રશ્નોને વાચા આપવા માટે સોશિયલ મીડિયા ના ‘સુઈ ગામ’ ના જાણીતા ક્રિએટર સાંતલપુર પહોંચ્યા હતા. સાંતલપુરની સ્થિતિ અને પાયાની સુવિધાઓની અછત નિહાળ્યા બાદ તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓ અને સાંતલપુરની વાસ્તવિક સ્થિતિને સરકાર સુધી પહોંચાડવા માટે અવાજ ઉઠાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
સાંતલપુરમાં આજે પણ અનેક પાયાની સુવિધાઓના પ્રશ્નો યથાવત હોવાનું ખાસ કરીને બસ સ્ટેન્ડની નો અભાવ, જાહેર શૌચાલય નથી સ્વચ્છતાનો અભાવ અને ઠેર ઠેર જોવા મળતી ગંદકી જેવા પ્રશ્નો લોકો માટે મુશ્કેલીરૂપ બન્યા છે. જાહેર સ્થળોએ યોગ્ય વ્યવસ્થા અને નિયમિત સફાઈના અભાવે સાંતલપુર ની છબી પર પણ અસર પડી રહી છે
દેશને આઝાદી મળ્યાને વર્ષો વીતી ગયા છતાં સાંતલપુર જેવા તાલુકા મથક વિસ્તારમાં આજે પણ પાયાની સુવિધાઓ માટે લોકોને રજૂઆતો કરવી પડે તે સ્થિતિ કેમ ઊભી થઈ? વિકાસના કામો માટે સરકાર દ્વારા યોજનાઓ અને નાણાં ફાળવવામાં આવે છે, પરંતુ તેનો સ્થાનિક સ્તરે કેટલો અને કેવો લાભ પહોંચે છે તે અંગે પણ જવાબદારી નક્કી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
સુઈ ગયા ના ક્રિએટર દ્વારા સાંતલપુરની મુલાકાત દરમિયાન સ્થાનિક પ્રશ્નોને નજીકથી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાંતલપુરના લોકોની વ્યથા, સુવિધાઓની અછત અને વિકાસની જરૂરિયાતને પોતાની રીતે સરકાર સુધી પહોંચાડવા માટે તેઓએ અવાજ ઉઠાવવાની વાત કરી હતી.
📲Get App