🔥 TRENDING राष्ट्रीय लोक मोर्चा सुप्रीमो उपेंद्र... शहा इंदापूर जि प प्राथमीक शाळेत गांधी... जर्रा बाबा मंदिर में परिजनों की सहमति... Rajkummar Rao Stars in Prahaar’s Power... Ajay Devgn Confirms Drishyam Part 3 Wi... Urban Asian Releases Gandhi Jayanti Sp...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધારીમાં કેસ પાછો ખેંચવા દબાણ: મહિલા સહિત બે સામે જાનથી મારી નાખવાની ધમકી અને હુમલાની ફરિયાદ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 02 Oct 2026, 11:15 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારીમાં એક મહિલાએ બે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ અગાઉના કેસ પાછા ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હુમલો પણ કર્યો હતો.

ધારી શહેરમાં શોભનાબેન પરશોત્તમભાઈ ધંધુકિયા (ઉં.વ. ૩૫) નામની મહિલાએ સુનીલ રવિભાઈ જાદવ અને નીમબેન રવિભાઈ જાદવ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં આરોપીઓએ તેમને અને અન્ય એક વ્યક્તિને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર, ફરિયાદી શોભનાબેન અને સાક્ષીઓ બજારમાં એક હડકાયું કૂતરું જોવા માટે જઈ રહ્યા હતા. તે સમયે આરોપીઓએ તેમને રોકીને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, 'અગાઉ થયેલો કેસ પાછો ખેંચી લેજો, નહીંતર જીવતા નહીં રહેવા દઈએ'.

આરોપી સુનીલ જાદવે કુહાડી લાવીને ફરિયાદીના સાક્ષી રવિભાઈને ડાબા પડખા પર કુહાડીના મૂઢ ઘા માર્યા હતા. જ્યારે નીમબેન જાદવે પણ ફરિયાદીના શરીરે આડેધડ મારમારી ગાળો આપી હતી.

આ સમગ્ર મામલે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App