🔥 TRENDING અરેઠ તાલુકાના ધરમપોર ગામમાં દૂધ સહકારી... 21 નવેમ્બર 2026: સુરત અને તાપી જિલ્લાઓ... ધિ કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની... કોસંબા ગામમાં નેશનલ હાઇવે 48 પર અજાણ્ય... સુરત જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન-2026... ચાંદની તેરસ પર બલેશ્વરના નવનિર્મિત માજ...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: પોશીનાના લાંબડીયામાં સસ્તા અનાજની દુકાનમાં ભેળસેળ, ગ્રામજનોમાં રોષ..
Local

સાબરકાંઠા: પોશીનાના લાંબડીયામાં સસ્તા અનાજની દુકાનમાં ભેળસેળ, ગ્રામજનોમાં રોષ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 02 Oct 2026, 12:26 PM 👁 114
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામમાં સસ્તા અનાજની દુકાન દ્વારા બાજરીના નામે ગુણવત્તા વગરનું ભૂસું વિતરિત કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે..

સાબરકાંઠાના-:
પોશીના તાલુકાના લાંબડીયા ગામ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગંભીર બેદરકારી સામે આવી છે.દુકાન દ્વારા લાભાર્થીઓને બાજરીના નામે અત્યંત નીચી ગુણવત્તાવાળું ભૂસું વિતરિત કરવામાં આવ્યું હતું.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.લોકોએ સસ્તા અનાજની દુકાનદારની આ કૃત્ય સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.ગુણવત્તા વગરનું અનાજ વિતરણ થતાં ગરીબ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..

ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે અને યોગ્ય તપાસની માંગ કરી છે.જો તાત્કાલિક ધોરણે આ દુકાનદાર સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.આ ઘટના સરકારી યોજનાઓના અમલીકરણમાં રહેલી ખામીઓને ઉજાગર કરે છે.
📲Get App