🔥 TRENDING Fresh Embankment Breach Hits Saran, Go... Judge Abhijeet Dipke Briefly Detained... Maharashtra CM Devendra Fadnavis launc... CJP Protests in Mumbai Over Dipke’s Ra... मुख्यमंत्री योगी आदित्यनाथ ने गांधी जय... BJP clinches seven Rajya Sabha seats i...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: પોશીનાના લાંબડીયામાં સસ્તા અનાજની દુકાનમાં ભેળસેળ, ગ્રામજનોમાં રોષ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 12:26 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામમાં સસ્તા અનાજની દુકાન દ્વારા બાજરીના નામે ગુણવત્તા વગરનું ભૂસું વિતરિત કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે..

સાબરકાંઠાના-:
પોશીના તાલુકાના લાંબડીયા ગામ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગંભીર બેદરકારી સામે આવી છે.દુકાન દ્વારા લાભાર્થીઓને બાજરીના નામે અત્યંત નીચી ગુણવત્તાવાળું ભૂસું વિતરિત કરવામાં આવ્યું હતું.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.લોકોએ સસ્તા અનાજની દુકાનદારની આ કૃત્ય સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.ગુણવત્તા વગરનું અનાજ વિતરણ થતાં ગરીબ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..

ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે અને યોગ્ય તપાસની માંગ કરી છે.જો તાત્કાલિક ધોરણે આ દુકાનદાર સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.આ ઘટના સરકારી યોજનાઓના અમલીકરણમાં રહેલી ખામીઓને ઉજાગર કરે છે.
📲Get App