🔥 ट्रेंडिंग વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સારવા... સંદેશ અખબારના તંત્રી ફાલ્ગુન પટેલને મા... 17 वर्ष से बंद छात्रावास અમદાવાદ: સોહમનગર તલાવડી પાસે વિકાસના દ... કોસંબા: ચાર વર્ષ જૂની વૃદ્ધા હત્યાનો ભ... સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધી જયંતીએ રાજપીપળામાં સ્વચ્છતાનો સંદેશ ગુંજ્યો

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 02 अक्टू. 2026, 02:16 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના રાજપીપળામાં ગાંધી જયંતીના અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ગંગા સિંઘના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ અભિયાનમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી હતી.
જિલ્લા સેવા સદન સંકુલ ઉપરાંત કાળિયાભૂત મંદિરથી કલેક્ટર કચેરી સુધીના માર્ગ, ગાંધી ચોક તેમજ કરજણ કોલોની તરફના વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવી હતી.
આ અભિયાનમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી જાહેર સ્થળો સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારી સ્વચ્છ સમાજના નિર્માણમાં સૌ સહભાગી બને અને સ્વચ્છતા માત્ર એક દિવસની નહીં પરંતુ રોજિંદા જીવનનો ભાગ બને તેવો સંદેશ આ અભિયાન થકી આપવામાં આવ્યો હતો.
📲Get App