🔥 ट्रेंडिंग नागपुर में 226 एच1एन1 मामले, महाराष्ट्... शरद पवार ने महाराष्ट्र में सूखा राहत अ... અરવલ્લીમાં પોશડોડા ભરેલી કાર રોકતા પોલ... સુરત જિલ્લાના અંબિકા ખાતે વિનાયકવિલા ક... आदानी समूह ने महाराष्ट्र में ₹2.6 ट्रि... उड़ान 8 फुट मगरमच्छ यूपी के गाँव में प...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં લાલ દરવાજા દર્શન બાદ વૃદ્ધ પાસેથી રિક્ષામાં ૨૦ હજારની લૂંટ
अपराध

અમદાવાદમાં લાલ દરવાજા દર્શન બાદ વૃદ્ધ પાસેથી રિક્ષામાં ૨૦ હજારની લૂંટ

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 02 अक्टू. 2026, 03:36 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરના ૭૬ વર્ષીય વૃદ્ધ કેશાભાઈ મકવાણા અમદાવાદમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આશ્રમ રોડ પર તેમની સાથે લૂંટની ઘટના બની હતી.

ગાંધીનગરમાં રહેતા ૭૬ વર્ષીય કેશાભાઈ મકવાણા અમદાવાદમાં લાલ દરવાજા સ્થિત ભદ્ર મંદિરના દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને સાંજના સમયે પરત જવા માટે તેઓ આશ્રમ રોડ પર નટરાજ સિનેમા પાસે આવેલા બસ સ્ટેન્ડ પર ઊભા હતા. તે દરમિયાન એક રિક્ષા આવી જેમાં બે મહિલા અને એક બાળક બેઠેલા હતા. કેશાભાઈ તે રિક્ષામાં બેસી ગયા હતા.

થોડે આગળ જતા રિક્ષા ચાલકે કેશાભાઈને નજીક બેસવાનું કહીને તેમનો કોલર પકડી લીધો હતો. ચાલકે ધમકી આપી હતી કે, 'જે હોય તે આપી દે, નહીં તો ચાલુ રિક્ષામાંથી નીચે ફેંકી દઈશ.' આ ધમકી આપીને રિક્ષા ચાલકે કેશાભાઈ પાસેથી તેમનું પર્સ સહિત ૨૦ હજાર રૂપિયાની લૂંટ કરી લીધી હતી અને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ કેશાભાઈ મકવાણાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App