🔥 TRENDING Nagpur Sees 226 H1N1 Cases Amid Mahara... Sharad Pawar Launches Maharashtra Drou... અરવલ્લીમાં પોશડોડા ભરેલી કાર રોકતા પોલ... સુરત જિલ્લાના અંબિકા ખાતે વિનાયકવિલા ક... Adani Group Completes or Launches ₹2.6... 8‑Foot Crocodile Spotted in Uttar Prad...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં લાલ દરવાજા દર્શન બાદ વૃદ્ધ પાસેથી રિક્ષામાં ૨૦ હજારની લૂંટ
Crime

અમદાવાદમાં લાલ દરવાજા દર્શન બાદ વૃદ્ધ પાસેથી રિક્ષામાં ૨૦ હજારની લૂંટ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 02 Oct 2026, 03:36 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગરના ૭૬ વર્ષીય વૃદ્ધ કેશાભાઈ મકવાણા અમદાવાદમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આશ્રમ રોડ પર તેમની સાથે લૂંટની ઘટના બની હતી.

ગાંધીનગરમાં રહેતા ૭૬ વર્ષીય કેશાભાઈ મકવાણા અમદાવાદમાં લાલ દરવાજા સ્થિત ભદ્ર મંદિરના દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને સાંજના સમયે પરત જવા માટે તેઓ આશ્રમ રોડ પર નટરાજ સિનેમા પાસે આવેલા બસ સ્ટેન્ડ પર ઊભા હતા. તે દરમિયાન એક રિક્ષા આવી જેમાં બે મહિલા અને એક બાળક બેઠેલા હતા. કેશાભાઈ તે રિક્ષામાં બેસી ગયા હતા.

થોડે આગળ જતા રિક્ષા ચાલકે કેશાભાઈને નજીક બેસવાનું કહીને તેમનો કોલર પકડી લીધો હતો. ચાલકે ધમકી આપી હતી કે, 'જે હોય તે આપી દે, નહીં તો ચાલુ રિક્ષામાંથી નીચે ફેંકી દઈશ.' આ ધમકી આપીને રિક્ષા ચાલકે કેશાભાઈ પાસેથી તેમનું પર્સ સહિત ૨૦ હજાર રૂપિયાની લૂંટ કરી લીધી હતી અને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ કેશાભાઈ મકવાણાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App