शिक्षा
હિંમતનગરમાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો પ્રભારી મંત્રી ડૉ.પ્રધુમન વાજાના હસ્તે શુભારંભ..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો શુભારંભ પ્રભારી મંત્રી ડૉ.પ્રધુમન વાજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. આ પ્રસંગે ‘અમારી શાળા–અમારી જવાબદારી’ અભિયાન અંતર્ગત એસ.એમ.સી.કીટનું પણ લોકાર્પણ કરાયું..
સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે આવેલા નલિનકાંત ગાંધી ટાઉનહોલમાં પ્રભારી મંત્રી ડૉ.પ્રધુમન વાજાના હસ્તે ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વિકાસ માટેના નવા પગલાં લેવામાં આવ્યા..
‘અમારી શાળા–અમારી જવાબદારી’ અભિયાનના ભાગરૂપે આ પ્રસંગે એસ.એમ.સી.કીટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.આ કીટનો ઉદ્દેશ્ય શાળાના સર્વાંગી વિકાસમાં જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.આ કાર્યક્રમ દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની ભૂમિકાને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો,જેથી શાળાઓના વિકાસમાં સ્થાનિક સમુદાયનો સહયોગ સુનિશ્ચિત થઈ શકે.