🔥 TRENDING बीदर सिटी न्यूज़ સાબરકાંઠા: પોશીનાના લાંબડીયામાં સસ્તા... રોયલ સ્ટેગ પીવામાં સાવચેતી રાખવા સૂચન કચ્છમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુ... गांधी जयंती और शास्त्री जयंती: सत्य, अ... अलीगंज में बिजली के खंभे में आग लगने स...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલી: ચક્કરગઢ અને પ્રતાપપરામાં રૂ. ૪.૪૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 02 Oct 2026, 11:24 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના ચક્કરગઢ અને પ્રતાપપરામાં રૂ. ૪.૪૦ કરોડના ખર્ચે નવા એપ્રોચ રોડ, જર્દરી રસ્તા અને બાયપાસ રોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસકામોને આગળ વધારવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના ચક્કરગઢ અને પ્રતાપપરા મુકામે વિવિધ પ્રજાલક્ષી વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ચક્કરગઢ મુકામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ની ગ્રાન્ટ હેઠળ અંદાજે રૂ. ૩.૩૦ કરોડના ખર્ચે નવા એપ્રોચ રોડ અને જર્દરી રસ્તાના વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડના નિર્માણથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુદઢ અને સુગમ બનશે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ લાભ મળશે.

પ્રતાપપરા મુકામે લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંદાજે રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે ૬૦૦ મીટર લાંબા બાયપાસ રોડની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બાયપાસ હાલના મુખ્ય બાયપાસ સાથે સીધી કનેક્ટિવિટી આપશે, જેના કારણે ભારે વાહનોની અવરજવર ડાયવર્ટ થતાં આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં વિકાસની માત્ર વાતો નહીં, પરંતુ નક્કર અને પરિણામલક્ષી કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યું કે ઢેલી નદી રિવરફ્રન્ટ, અમરેલી બાયપાસ રોડ, જી.આઈ.ડી.સી. તેમજ રાજમહેલ અને કલોક ટાવરના રિસ્ટોરેશન સહિતનાં કામો પણ આગળ વધશે.
📲Get App