🔥 TRENDING ATI Commences Induction Training for N... சிறைக் காவலரை தாக்கியவா் கைது Congress Revamps Strategy Ahead of Raj... સિદ્ધપુરમાં ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અં... புதிய தமிழகம் கட்சி தலைவர் கண்டித்து வ... Actress recounts terrifying experience...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

માલપુરના ઉભરાણ મંદિરમાં ગાંજાનો જથ્થો ઝડપાયો, વહીવટકર્તા સહિત ચાર સામે ગુનો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Oct 2026, 07:44 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલપુરના ઉભરાણ સ્થિત શૂલપાણેશ્વર મંદિરમાંથી પોલીસે 11.397 કિલો ગાંજો અને 6 લીલા છોડ ઝડપી પાડ્યા છે. આ મામલે મંદિરના વહીવટકર્તા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માલપુર તાલુકાના ઉભરાણ ગામમાં આવેલા શૂલપાણેશ્વર મંદિરમાંથી પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમી અને અરજીના આધારે મંદિરમાં રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પોલીસને 6 લીલા ગાંજાના છોડ અને કુલ 11.397 કિલો ગાંજો મળી આવ્યો હતો.

આ સમગ્ર મુદ્દામાલની કિંમત આશરે ₹5.69 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આ બનાવ અંગે મંદિરના વહીવટકર્તા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ ગાંજાના જથ્થાના સ્ત્રોત અને તેના વેચાણ અંગેની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક વિસ્તારમાં આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.
📲Get App