🔥 TRENDING बाढ प्रभावित किसानों को मिलेगा फ़सल नु... श्योपुर में बारिश-तूफान से गिरे धान को... RBSE 2026 5th & 8th Grade Results Rele... High Court Warns Illegal Buildings Thr... DMK Chief Stalin to Campaign in Dharap... Gem Granites owner Veeramani and two a...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જખૌ: મીઠાના ટ્રકોની જાહેર રોડ પર કતાર, અગાઉ યુવાનનું મોત છતાં તંત્ર નિષ્ક્રિય

✍️ Reporter: Salman sama 🗓 02 Oct 2026, 12:28 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જખૌ બંદર પર આર્યન કંપનીની જેટી તરફ જતા મીઠા ભરેલા ટ્રકો અને ટ્રેલરો જાહેર માર્ગ પર લાંબી કતારોમાં પાર્ક થતા સ્થાનિકો પરેશાન છે. અગાઉ આવી દુર્ઘટનામાં યુવાનનું મોત થયું હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

જખૌ બંદર ખાતે આર્યન કંપનીની જેટી તરફ મીઠું ભરીને જતા ભારે ટ્રકો અને ટ્રેલરો જાહેર માર્ગ પર લાંબી કતારોમાં પાર્ક થતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. આ પાર્કિંગને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા વર્ષોથી યથાવત્ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ આ જ રીતે જાહેર માર્ગ પર પાર્ક થયેલા ટ્રકો સંબંધિત એક દુર્ઘટનામાં જખૌના એક યુવાનનું દુઃખદ મોત થયું હતું. આ ઘટના બાદ પણ પોલીસ, જિલ્લા ટ્રાફિક તંત્ર અને સંબંધિત કંપનીને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ પરિસ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું કંપની માટે જાહેર માર્ગ જ પાર્કિંગ પ્લોટ બની ગયો છે?

લોકોની સુરક્ષા માટે જવાબદાર તંત્ર ક્યારે આ મામલે કડક પગલાં ભરશે તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકો દ્વારા જેટી નજીક યોગ્ય અને સુરક્ષિત પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની તેમજ જાહેર માર્ગ પરના આ જોખમી પાર્કિંગને તાત્કાલિક બંધ કરાવવાની માગણી કરવામાં આવી છે.
📲Get App