🔥 TRENDING पुनपुन थाना पुलिस ने 63 लीटर महुआ शराब... वगळलेल्या पात्र मतदारांसाठी विशेष संधी... लहसुना थाने में चाइल्ड हेल्प डेस्क का... JAC 12th Toppers List 2026 Released fo... Kerala Lottery: Suvarna Keralam SK-72... Glencore lifts 2026 profit forecast ab...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: પ્રાંતિજ ચીફ ઓફિસરને અતિક્રમણ હટાવતી વખતે ધમકી, બે શખ્સો સામે ગુનો દાખલ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Oct 2026, 09:26 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના પ્રાંતિજમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ દરમિયાન ચીફ ઓફિસરને બે શખ્સો દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે. પોલીસે સરકારી ફરજમાં અવરોધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ દરમિયાન અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરેન સોલંકીને બે અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં બિભસ્ત ગાળો બોલી, ચપ્પુ બતાવી ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આરોપ છે.

આ ઘટના અપ્રોચ રોડ પર ભાંખરિયા વિસ્તારમાં બની હતી, જ્યાં છેલ્લા ૪ દિવસથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આ બે શખ્સો બેફામ બનીને ચીફ ઓફિસરને ધમકી આપી રહ્યા હતા. આ અંગે ચીફ ઓફિસર હિરેન સોલંકીએ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાંતિજ પોલીસે ચીફ ઓફિસરની ફરિયાદના આધારે સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
📲Get App