🔥 TRENDING गांवों के विकास पर खतरा पटना: पैमार घाट के पास पुनपुन नदी में... भारत और पाकिस्तान के बीच 3 अक्टूबर को... बरहरवा प्रखंड कार्यालय में वरिष्ठ कांग... पुनपुन थाना पुलिस ने 63 लीटर महुआ शराब... वगळलेल्या पात्र मतदारांसाठी विशेष संधी...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પ્રાંતિજ નજીક રખડતા પશુને બચાવવા જતા પ્લાસ્ટિક દાણા ભરેલી ટ્રક હાઈવે પર પલટી, ટ્રાફિક જામ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Oct 2026, 09:58 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુને બચાવવાના પ્રયાસમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર એક અણધાર્યો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલથી પ્રાંતિજના વૃંદાવન તરફ જઈ રહેલી પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રસ્તા પર અચાનક આવી ગયેલા રખડતા પશુને બચાવવાના પ્રયાસમાં ચાલકે સ્ટેયરિંગ ફેરવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણાના અસંખ્ય થેલાઓ હાઈવે પર ચારે બાજુ વેરાઈ ગયા હતા. દુર્ભાગ્યે, આ દાણાઓના થેલાઓની નીચે એક ગાય દબાઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ટ્રક પલટી જવાના કારણે નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રાહદારીઓને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બચાવ કામગીરી બાદ હાઈવે પર વાહન વ્યવહાર પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
📲Get App