🔥 TRENDING रामशंद में प्रधानमंत्री आवास योजना के... પ્રાંતિજ નજીક રખડતા પશુને બચાવવા જતા પ... लोधी एकता ग्रुप से जुड़ने के लिए QR को... सगमा प्रखंड के पुतुर गांव में आजादी के... ગાંધીનગરમાં નાગરિક સુવિધાઓનો અભાવ: વિપ... દાહોદ સબ જેલમાં વ્યસનમુક્તિ અને અહિંસા...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા શપથ ગ્રહણ

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 02 Oct 2026, 08:45 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ.

જૂનાગઢ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક વિશેષ સ્વચ્છતા શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રેરણાદાયી વિચારોને યાદ કરી તેમને શત શત વંદન કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ 'સ્વચ્છ ભારત–સ્વસ્થ ભારત'ના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સૌએ પોતાના કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાની તેમજ સ્વચ્છતાને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની શપથ લીધી હતી.

આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારોને જનજીવનમાં આત્મસાત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્વચ્છ, સ્વસ્થ અને જાગૃત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો, જે સૌના સહિયારા પ્રયાસોથી જ શક્ય બનશે.
📲Get App