🔥 TRENDING Actress Rakul Preet Singh calls IT rai... DRISHYAM THE CONCLUSION Sets New Bench... Arijit Singh to Launch 2027 India Tour... Anuv Jain: Rising Indian Singer Shares... Arijit Singh Announces India Tour to C... Karnataka Form 7 Row Sparks Concern, R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: સરપંચે પોલીસ સ્ટેશનમાં પત્રકારને બિભત્સ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી,વીડિયો વાયરલ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 12:44 PM 👁 73
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના ઝહીરાબાદ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સરપંચે મહિલા પોલીસ કર્મીઓની હાજરીમાં પત્રકારને બિભત્સ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો થયા છે.આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે..

સાબરકાંઠાના-:
ઝહીરાબાદ પોલીસ સ્ટેશનમાં સરપંચ રફીક મેમણ દ્વારા એક પત્રકારને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ થયો છે.આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સરપંચ રફીક મેમણ પોલીસ સ્ટેશનમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને નિર્લજ્જ ગાળાગાળી કરી રહ્યા છે.આ સમગ્ર ઘટના દરમિયાન મહિલા પોલીસ કર્મીઓ સહિત પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં તેઓ લાચાર બનીને આ તમાશો જોતા રહ્યા હોવાનો આક્ષેપ છે..

આક્ષેપો અનુસાર સરપંચ અને તેના સાગરીતો પોલીસ સ્ટેશનમાં લગભગ એક કલાક સુધી હોબાળો મચાવતા જોવા મળ્યા હતા.પોલીસ સ્ટેશન જેવી સુરક્ષિત જગ્યાએ આટલા લાંબા સમય સુધી આટલો મોટો હંગામો કેવી રીતે ચાલી શક્યો તે એક મોટો પ્રશ્ન ઉભો કરે છે.પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આક્ષેપોએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવ્યો છે.આ સમગ્ર ઘટનાક્રમ CCTV કેમેરામાં કેદ થયો હોવાનું જણાય છે.સ્થાનિક લોકો અને પત્રકાર સંગઠનો દ્વારા આ વીડિયો અને CCTV ફૂટેજની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
📲Get App