🔥 TRENDING શાહિબાગ પોલીસ દ્વારા દફનાળા ચાર રસ્તા... સાબરકાંઠા LCB દ્વારા ૩૪૫ કિલોથી વધુ ગા... કોસિન્દ્રા ગામના મિત્રો દ્વારા જન્મદિવ... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... महराजनगर में लकड़ी से लदी ट्रैक्टर-ट्र... Chekig
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં નવરાત્રિ પહેલાં થીમ આધારિત પ્રી-નવરાત્રિ કાર્યક્રમોનો ધૂમ મચાવશે

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 02 Oct 2026, 08:45 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં નવરાત્રિ પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુખ્ય નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ વિવિધ થીમ આધારિત પ્રી-નવરાત્રિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓને અનોખો અનુભવ મળશે.

સુરતીઓનું ધ્યાન હવે સંપૂર્ણપણે નવરાત્રિ પર્વ તરફ વળ્યું છે અને શહેરમાં તેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મુખ્ય નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ સુરતમાં વિવિધ થીમ આધારિત પ્રી-નવરાત્રિ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે માત્ર ડીજે કે બોલિવૂડ સોંગ્સ પૂરતું આયોજન સીમિત ન રાખતાં શ્વેત થીમ, ફોક મ્યુઝિક, ઓથેન્ટિક ગરબા અને ટ્રેડિશનલ મંડળી ગરબા જેવા અનોખા કોન્સેપ્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ વર્ષે પ્રી-નવરાત્રિના આયોજનોમાં અલગ-અલગ સ્થળોએ ખેલૈયાઓને માત્ર ગરબા રમાડવાને બદલે ખાસ એક્સપિરિયન્સ આપતી થીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં ક્યાંક યુનિક ડેકોરેશન અને સફેદ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે તો બીજી તરફ કેટલાક આયોજનોમાં ફોક મ્યુઝિક અને ઓથેન્ટિક મંડળી ગરબા દ્વારા ટ્રેડિશનલ ગરબાને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે.

આગામી દિવસોમાં શહેરમાં પ્રી-નવરાત્રિના અનેક રંગ જોવા મળશે. આ કાર્યક્રમોમાં ગીતા રબારી, હિમાંશુ બારોટ, ઋષભ અગ્રાવત, હરિ ઓમ ગઢવી, ભૈરવી બુચ, સ્તુતિ વોરા, કેવિન પટેલ અને મુકેશ ચૌધરી સહિતના લોકપ્રિય કલાકારો પર્ફોર્મ કરશે.
📲Get App