🔥 TRENDING गांधी जयंती पर गौशाला में स्वच्छता अभि... અરવલ્લી એલસીબી પોલીસે પોશડોડા ભરેલી કા... કબડી સ્પર્ધામાં ભાયાવદર ની ટીમ નો ભવ્ય... पटना जिला के सभी थाना में चाइल्ड हेल्प... Dharana pradashan cho ka અમદાવાદમાં રસ્તા પર ફરતા ગૌવંશને બચાવવ...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ગાંધી જયંતિ નિમિતે સ્વછતા અભિયાન

✍️ Reporter: Husain Dhoki 🗓 02 Oct 2026, 05:48 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે કલેક્ટર કચેરીના પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા અને નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ ઝાડું પકડી સમગ્ર કલેક્ટર પરિસરની સફાઈ કરી

કલેક્ટર પરિસર સાથે સમગ્ર જિલ્લામાં આવેલી મહેસૂલ તંત્રની કચેરીઓ અને તેના પ્રાંગણમાં પણ સફાઈ અભિયાન હાથ ધરાયું
સમગ્ર દેશમાં તા.૦૨ ઓક્ટોબર, એટલે કે, ગાંધી જયંતિના અવસરે 'સ્વચ્છતા હી સેવા' ના મંત્ર થકી સ્વસ્થ અને સ્વચ્છ સમાજના નિર્માણના સંકલ્પ માટે સામૂહિક શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવે છે.

અત્યારે રાજ્યભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચાલી રહ્યું છે અને આજે રાષ્ટ્રપિતા એવા ગાંધીજીનો જન્મદિવસ પણ છે. તેવા સુભગ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાના નેતૃત્વમાં જિલ્લા સેવા સદન, ઇણાજ ખાતે મહેસૂલી વિભાગ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

કલેક્ટર પરિસર સાથે સમગ્ર જિલ્લામાં આવેલી મહેસૂલ તંત્રની કચેરીઓ અને તેના પ્રાંગણમાં પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ હાથમાં ઝાડૂ લઈ પરિસરમાં સફાઈ કરી હતી. સફાઈની સાથે જ તેમણે પાવડો લઈ પાથ-વે અને કચેરીના પરિસરની રોડસાઈડ પર ઉગી નીકળેલી વેલ અને ઝાડી-ઝાંખરા જેવાં અડચણો દૂર કરી પરિસરને સ્વચ્છ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું..

આસપાસનું પરિસર સ્વચ્છ હશે તો બીમારીઓથી બચી શકાશે અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાશે તેવા સંકલ્પ સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પોતાના શ્રમદાન થકી સમગ્ર કલેકટર પરિસરને ચોખ્ખું બનાવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર શ્રી સહિતના કર્મચારીઓએ સમગ્ર પરિસરમાંથી પ્લાસ્ટિકની બોટલો, સૂકા નારિયેળ, વેફર્સ અને અન્ય પ્લાસ્ટિકના પડિકાઓ, સૂકાઈ ગયેલી નારિયેલી, સૂકા પાંદડાઓ, ઊગી નીકળેલી વેલ, પૂંઠા અને કાગળો સહિતનો નક્કામો કચરો એકત્ર કર્યો હતો.

આમ, સમગ્ર જિલ્લામાં ઉત્સાહપૂર્વક મહેસૂલીતંત્ર પરિષરોની સાફ-સફાઈ થકી અધિકારીઓ-કર્મચારીઓએ ‘જ્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુતા’નો સંદેશ આપ્યો હતો.
📲Get App