🔥 TRENDING वगळलेल्या पात्र मतदारांसाठी विशेष संधी... लहसुना थाने में चाइल्ड हेल्प डेस्क का... JAC 12th Toppers List 2026 Released fo... Kerala Lottery: Suvarna Keralam SK-72... Glencore lifts 2026 profit forecast ab... RBI appoints Sudhakar Malli as Executi...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે મારામારી, અસામાજિક તત્વોનો ત્રાસ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 09:38 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસને કારણે પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે, જેના લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં આવેલા સહકારી જીન વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.તાજેતરમાં એક પેટ્રોલ પંપ પર બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી,જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસંતોષ અને ભયનો માહોલ સર્જાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ મારામારીની ઘટના બાદ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓથી પરેશાન થયેલા લોકોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે..

આ ઘટનાએ ફરી એકવાર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.આ બનાવને પગલે સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.પેટ્રોલ પંપ પર થયેલી મારામારીના કારણો અને તેમાં સામેલ લોકોની ઓળખ મેળવવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે.આશા છે કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને આવા તત્વો પર લગામ કસવામાં આવશે અને નાગરિકોને સુરક્ષાનો અનુભવ કરાવવામાં આવશે.
📲Get App