🔥 TRENDING Kerala High Court permits RSS-linked g... Two killed after falling from Kerala E... Foreign liquor seized from vehicle lin... शिरूर नगरपरिषदेच्या मागासवर्गीय कल्याण... देवउठनी ग्यारस के अवसर पर ग्राम पलोहा... वाराणसी ने 10वीं श्याम नारायण पाण्डेय...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલામાં મધરાતે બંધ દુકાનોના તાળાં તોડવાનો પ્રયાસ કરતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા
Crime

રાજુલામાં મધરાતે બંધ દુકાનોના તાળાં તોડવાનો પ્રયાસ કરતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 02 Oct 2026, 11:18 AM 👁 88
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા શહેરમાં મોડી રાત્રિના સમયે બંધ દુકાનોના તાળાં ફંફોળતા બે શંકાસ્પદ ઈસમો પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ ગયા હતા. પોલીસની સતર્કતાના કારણે કોઈ મોટી ચોરીની ઘટના બનતા પહેલાં જ આરોપીઓને દબોચી લેવાયા હતા.

રાજુલા શહેરમાં મોડી રાત્રિના અંધારામાં શંકાસ્પદ હાલતમાં લપાતા-છુપાતા અને બંધ દુકાનોના તાળાં ચકાસતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા. આ ઘટનાએ શહેરમાં ચોરીની પ્રવૃત્તિ અંગે ચિંતા જગાવી છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી વિગતો અનુસાર, પિન્ટુ ઉર્ફે જગી જગદીશભાઈ પરમાર (ઉ.વ. ૨૦) તથા દિલીપભાઈ રમેશભાઈ સાગોબિયા (ઉ.વ. ૨૨) રાત્રિના સુમારે કોઈ મિલકત વિરુદ્ધનો ગંભીર ગુનો આચરવાના ઈરાદે વિસ્તારમાં રખડતા-ભટકતા જોવા મળ્યા હતા.

તેઓ બંધ દુકાનો પાસે શંકાસ્પદ રીતે હિલચાલ કરી તાળાં ફંફોળતા નજરે પડતાં તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. કોઈ મોટી ચોરી કે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેમને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App