🔥 TRENDING પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક... Fresh Embankment Breach Hits Saran, Go... Judge Abhijeet Dipke Briefly Detained... Maharashtra CM Devendra Fadnavis launc... CJP Protests in Mumbai Over Dipke’s Ra... मुख्यमंत्री योगी आदित्यनाथ ने गांधी जय...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી પોલીસની બહાદુરી: ફાયરિંગ વચ્ચે ગંભીર ગુનાખોરોને ઝડપી પાડ્યા

✍️ Reporter: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 02 Oct 2026, 12:38 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલપુર તાલુકા વિસ્તારમાં ગંભીર ગુનાને અંજામ આપી ફરાર થઈ રહેલી ગેંગને અરવલ્લી પોલીસે જીવના જોખમે અને ફાયરિંગ વચ્ચે ઝડપી પાડી છે. પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે.

અરવલ્લી પોલીસ દ્વારા માલપુર તાલુકા વિસ્તારમાં એક ગંભીર ગુનાને અંજામ આપી પોશડોડા લઈને ફરાર થઈ રહેલી એક ગેંગને પકડવા માટે અદમ્ય હિંમત અને સાહસ દાખવવામાં આવ્યું છે. પોલીસ જવાનોએ પોતાની જીંદગીના જોખમે અને ફાયરિંગ જેવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફરજને પ્રથમ પ્રાથમિકતા આપી આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પોલીસકર્મીઓની આ બહાદુરી, સાહસ અને કર્તવ્યનિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે. પોતાના જીવની પરવા કર્યા વિના તેઓએ ગુનેગારોનો સામનો કર્યો અને તેમને કાયદાના હાથમાં સોંપ્યા.

પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતી અરવલ્લી પોલીસની આ કામગીરી સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે. શૂરવીર પોલીસ જવાનોને આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ દિલથી અભિનંદન અને વંદન.
📲Get App