🔥 ट्रेंडिंग Delhi ke Jantar Mantar par log protest... गांव के मुख्यमंत्री ने नशीली दवाओं से... कुन्कोलिम के निवासी NIT नौकरियों की मा... गोवा ने फोरेल के 500 वर्ष पूरे हुए, उप... स्पीकर ओम बिरला ने युवाओं से गांधी, शा... आरएसएस के प्रमुख भगवत ने भारत की विविध...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને નિકોલ - અમદાવાદ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કુંકાવાવ-વડીયા તાલુકાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 02 अक्टू. 2026, 09:02 AM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને નિકોલ - અમદાવાદ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કુંકાવાવ-વડીયા તાલુકાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો



રિપોર્ટ ; ગૌરાંગ સોઢા અમરેલી


અમરેલી તા. ૦૧ ઓક્ટોબર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની અતૂટ સેવા, સમર્પણ અને અપ્રતિમ નિષ્ઠાના પર્વ – સેવા સંકલ્પ અભિયાનને સાંકળીને ગુજરાત સરકાર દ્વારા સુશાસનને વધુ વેગવંતું બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ અને જનકલ્યાણના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે આજરોજ કુંકાવાવ-વડીયા તાલુકા કક્ષાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને નિકોલ-અમદાવાદ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં કુંકાવાવ-વડીયા પંથકના અનેક નાગરિકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સ્થળ પર જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY), આવક અને જાતિના દાખલા તેમજ રેશનકાર્ડ લગત સેવાઓ, સહિતની વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો નાગરિકોએ પ્રત્યક્ષ લાભ મેળવ્યો હતો અને પારદર્શી વહીવટનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

‘સેવા સેતુ’ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, રાજ્ય સરકારમાં પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાના વિવિધ સંગઠનો અને સમાજ અગ્રણીશ્રીઓએ ધારાસભ્યશ્રી વિશ્વકર્માનું સ્વાગત-સન્માન કરીને તેમને ઉમળકાભેર આવકાર્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રશાસનની સરાહના કરતા જણાવ્યું હતું કે, ‘સેવા સેતુ: પારદર્શી વહીવટ, લોકકલ્યાણનો અવિરત સેતુ’ ના સૂત્રને ચરિતાર્થ કરીને નાગરિકોને ઘર આંગણે જ વિવિધ સરકારી સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. વહીવટી પ્રક્રિયા સરળ અને વચેટિયા મુક્ત બનતા સામાન્ય માણસના સમય અને શ્રમની મોટી બચત થઈ રહી છે, જે સુશાસનની ઉત્તમ મિસાલ છે.

‘સેવા સેતુ’ કાર્યક્રમ દરમિયાન નિકોલ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમની ગૌરવશાળી શરૂઆત ગુજરાતથી થઈ હતી, જેના પરિણામે સુશાસન આજે સાચા અર્થમાં છેવાડાના નાગરિકો સુધી પહોંચ્યું છે. તેમણે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને ગ્રામીણ નાગરિકો સાથે વિવિધ સરકારી યોજનાઓ કેન્દ્રિત પ્રત્યક્ષ અને સહજ સંવાદ સાધીને યોજનાઓની ઉપયોગીતા વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુશાસન એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ નાગરિકોના જીવનને સરળ બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. જ્યારે સરકારી સેવાઓનું સરળીકરણ થાય છે, ત્યારે વહીવટ વધુ પારદર્શી, ઝડપી અને વચેટિયા મુક્ત બને છે. ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અને ડિજિટલ માધ્યમો દ્વારા જટિલ કાગળિયાં પ્રક્રિયાઓ નાબૂદ થતાં, સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ પોતાના હકની સેવાઓ આંગળીના ટેરવે અથવા પોતાના ઘરઆંગણે જ ઉપલબ્ધ બને છે. નાગરિક કેન્દ્રિત શાસન વ્યવસ્થામાં પ્રજાના સમય અને શ્રમની બચત એ જ સાચું લોકકલ્યાણ છે, જે છેવાડાના માનવી સુધી વિકાસનો ઉજાસ પહોંચાડીને લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવે છે.

કુંકાવાવ-વડીયા તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત અને કુંકાવાવ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, અમરેલી જિલ્લાના અગ્રણી શ્રી અતુલભાઈ કાનાણી, અન્ય મહાનુભાવો શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, બગસરા પ્રાંત અધિકારી શ્રી કુંભાણી, વડિયા તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App