स्थानीय
પ્રાંતિજ નજીક રખડતા પશુને બચાવવા જતાં ટ્રક પલટી, ગાય નીચે દબાઈ..
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુને બચાવવાના પ્રયાસમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી, જેમાં ગાય નીચે દબાઈ ગઈ હતી..
સાબરકાંઠાના-:
પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુઓના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર અડિંગો જમાવીને બેઠેલા એક રખડતા પશુને બચાવવા જતાં ચાલકે ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.આ પ્રયાસ દરમિયાન પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક અચાનક જ પલટી મારી ગઈ હતી.ટ્રક પલટી ખાતાં તેમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા.દુર્ભાગ્યે રખડતું પશુ ટ્રક નીચે દબાઈ ગયું હતું.
આ ઘટનાના પગલે નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી.