Crime
લીલીયાના દાડમા ગામે પ્રેમલગ્ન બાદ દીકરી સાથે વાત કરવા મુદ્દે માતા પર હુમલો, આશા વર્કરને ઈજા
લીલીયાના દાડમા (પુતળીયા) ગામે પ્રેમલગ્ન બાદ દીકરી સાથે બોલવા મુદ્દે એક માતા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા મહિલાને ગંભીર ઈજા પહોંચી છે.
લીલીયાના દાડમા (પુતળીયા) ગામે પ્રેમલગ્ન બાદ દીકરી સાથે વાત કરવા મુદ્દે એક માતા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે આશા વર્કર તરીકે કામ કરતાં દયાબેન હરિભાઈ લુહાર (ઉ.વ. ૪૨) એ પ્રતાપભાઈ મૂળજીભાઈ સારીખડા, મૂળજીભાઈ ખીમાભાઈ સારીખડા, જસુબેન મૂળજીભાઈ સારીખડા તથા રસિલાબેન ઉર્ફે પૂજાબેન સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પ્રતાપભાઈ મૂળજીભાઈ સારીખડાએ તેમની દીકરી રિનાબેન સાથે તેમની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. હાલમાં તેમની દીકરી તેમની સાથે બોલવા લાગી હતી, જે બાબતનું મનદુઃખ રાખી પ્રતાપભાઈ મૂળજીભાઈ સારીખડાએ તેમને છૂટા હાથે ઈંટ મારી ડાબા હાથે ફેકચરની ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, તેમણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અન્ય આરોપીઓએ પણ જેમ ફાવે તેમ ગાળો આપી હતી.
આ ઘટના અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હેડ કોન્સ્ટેબલ ગીતમભાઈ વલકુભાઈ આ કેસની તપાસ કરી રહ્યા છે.