🔥 TRENDING Child Help Desks Launched at Police St... Chief Minister vows swift action again... ANTF raids Jaipur uncover alleged Rs 1... सेवा संकल्प अभियान के तहत विकासखंड स्त... Over 5.47 Lakh Rural Households in Meg... Tripura to Start SIR-2026 Electoral Ro...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડોદરા કોર્પોરેશનની તમાકુ વેચાણ સામે કડકાઈ: શાળા-કોલેજ નજીક બે દુકાનો સીલ, ત્રણ લારી જપ્ત

✍️ Reporter: Kuntalkumar Chokshi 🗓 02 Oct 2026, 11:30 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાળા અને કોલેજોની નજીક તમાકુ ઉત્પાદનોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં બે દુકાનો સીલ કરવામાં આવી છે અને ત્રણ લારીઓ જપ્ત કરાઈ છે.

વડોદરા મહાનગરપાલિકાની બાણ શાખા અને સેનેટરી વિભાગ દ્વારા શાળા-કોલેજોની નજીક તમાકુના વેચાણ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ખોડિયારનગર ચાર રસ્તા પાસે શાળા નજીક પાન-પડીકી વેચતા પાંચ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે, ફતેગંજ બુલ્સ સર્કલ ખાતે એમ.એસ.યુનિ. નજીક આવેલી ત્રણ લારીઓને પણ જપ્ત કરવામાં આવી છે.

વોર્ડ 6 માં સંગમ ચાર રસ્તા ખાતે આવેલી રજવાડી ચા અને ડીલક્સ પાનની દુકાનોને સ્વચ્છતામાં બેદરકારી બદલ રૂ. 3.5 થી 5 હજાર સુધીનો દંડ ફટકારી સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ ઉપરાંત, ભુતડી ઝાંપા ખાતે બાળ રિમાન્ડ હોમની દીવાલને અડીને તમાકુનું વેચાણ થતું હોવાના મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે અને આ અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે.
📲Get App