🔥 TRENDING પોરબંદર: 77મા વન મહોત્સવ નિમિત્તે માલધ... छावनी क्षेत्र में तेज आवाज में DJ बजान... बांसडीह के छाता गांव में मड़ुआ का आटा... Railway Board’s Earlier Warning Overlo... Assam Rifles seize heroin worth over R... Mizoram tragedy: Families receive bodi...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વસ્થ ગુજરાત માટે સઘન સર્વેલન્સ અને સજ્જ આરોગ્ય તંત્ર

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 07:48 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
“સ્વસ્થ ગુજરાત માટે સઘન સર્વેલન્સ અને સજ્જ આરોગ્ય તંત્ર”

વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયતી કામગીરીની સમીક્ષા માટે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સાથે સઘન બેઠક યોજી હતી.

રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સ્થિતિ નિયંત્રણમાં છે, ત્યારે ડેન્ગ્યુના ઝડપી નિદાન માટે ૪૨ હોસ્પિટલોના નિદાન કેન્દ્રોની કામગીરી, સીરમ સેમ્પલ ટેસ્ટિંગ તેમજ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી.

આ બેઠકમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરો તથા તેમના પ્રજનન સ્થળોનો નાશ કરવા સઘન કામગીરી હાથ ધરવા તેમજ CHC અને PHC કેન્દ્રો પર દવાઓ અને નિદાન કિટ્સનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી.

નાગરિકોને અપીલ છે કે અફવાઓથી ગભરાશો નહીં, પરંતુ સાવચેતી જરૂર રાખો. આસપાસ સ્વચ્છતા જાળવો, પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો અને તાવ જેવા લક્ષણો જણાય તો સમયસર આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
📲Get App