🔥 TRENDING CBI Arrests Delhi Police Sub-Inspector... Karnataka to Set Up Specialized Cyberc... Arrest of Rs 46‑Lakh Job Fraud Suspect... Multiple BEST Buses Catch Fire at Mumb... Mumbai Bus Depot Fire: 10 Buses Destro... Amber Enterprises India Estimates ₹382...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આસોય એક્સપ્લોરર્સ સંસ્થા દ્વારા 'વન્યજીવ સપ્તાહ' નિમિત્તે રાજ્ય સ્તરની નિઃશુલ્ક પ્રાકૃતિક ચિત્ર સ્પર્ધાનું આયોજન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 01 Oct 2026, 09:15 AM 👁 34
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આસોય એક્સપ્લોરર્સ સંસ્થા દ્વારા 'વન્યજીવ સપ્તાહ' નિમિત્તે રાજ્ય સ્તરની નિઃશુલ્ક પ્રાકૃતિક ચિત્ર સ્પર્ધાનું આયોજન


અમરેલી તા. ૩૦ સપ્ટેમ્બર
આસોય એક્સપ્લોરર્સ સંસ્થા દ્વારા આગામી 'વન્યજીવ સપ્તાહ' નિમિત્તે રાજ્ય સ્તરની એક વિશેષ પ્રાકૃતિક ચિત્ર સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ભાગ લેવા માટે સ્પર્ધકો પાસેથી કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી એટલે કે આ સ્પર્ધા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. ગુજરાતના વતની હોય અથવા તો હાલ ગુજરાતમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા કિશોર અને યુવા વયના ઉભરતા ચિત્રકારો આ રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા અથવા તો તેના નિયમો અંગેની વધુ વિગતો મેળવવા માંગતા તમામ રસ ધરાવતા કલાકારો સંસ્થાના વૉટ્સએપ નંબર ૭૮૭૮૪ ૦૧૯૪૦ (78784 01940) ઉપર મેસેજ સેન્ડ કરીને સંપર્ક કરી શકે છે તેમ આસોય એક્સપ્લોરર્સના પ્રમુખશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App