🔥 TRENDING Man Requests iPhone from Himanta Sarma... Manas National Park Reopens, Launching... Centre Explains Delay in Issuing 19.07... District-level competitions kick off i... Motorbike Stolen Outside Hospital in J... Delhi Police Bust Counterfeit Currency...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત: સરથાણા ઝોનમાં આરોગ્ય સમિતિ દ્વારા સફાઈ અને કચરા નિકાલની સમસ્યાઓ અંગે સમીક્ષા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Oct 2026, 10:25 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિએ સરથાણા ઝોનની મુલાકાત લઈ સફાઈ વ્યવસ્થા, કચરા નિકાલ અને આરોગ્ય સંબંધિત સુવિધાઓની સમીક્ષા કરી. નવા વિસ્તારોમાં વધેલી વસ્તી અને મિલકતો સામે કચરા વ્યવસ્થાપનમાં પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરવામાં આવી.

સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ દ્વારા શહેરના તમામ ઝોનની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિશેષ સમીક્ષા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આરોગ્ય સમિતિના ચેરમેન અશોક રાંદેરિયા સહિતના સભ્યોએ વરાછા-બી એટલે કે સરથાણા ઝોનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઝોનના આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો તેમજ સેનિટરી સ્ટાફ સાથે વિગતવાર બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા, કચરા નિકાલ અને આરોગ્ય સંબંધિત ખૂટતી સુવિધાઓ અંગે ગહન ચર્ચા હાથ ધરી ઝોનની વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી.

સરથાણા ઝોનમાં છેલ્લા લાંબા સમયથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ફરિયાદો ઉઠી રહી છે. પાલિકા દ્વારા વર્ષ 2020માં થયેલા સીમા વિસ્તરણ બાદ સરથાણા ઝોનનો ભૌગોલિક વ્યાપ ખૂબ જ મોટો થઈ ગયો છે. આ વિસ્તારમાં 50,000 કરતાં વધુ નવા આવાસો અને મિલકતોનો વધારો નોંધાયો છે, જેના પરિણામે વસ્તી અને કચરાનું પ્રમાણ મોટા પાયે વધ્યું છે.

વધેલી વસ્તી અને મિલકતોની સામે કચરો એકત્રિત કરવા માટે ફાળવવામાં આવેલા વાહનોની સંખ્યા વર્ષ 2022થી મર્યાદિત રહી ગઈ છે. આ કારણે દરેક સોસાયટી કે ઘરો સુધી નિયમિત રીતે વાહનો પહોંચી શકતા નથી, જેના લીધે રહીશોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય સમિતિએ આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી છે.
📲Get App