🔥 ट्रेंडिंग एटा: शराब ठेकों पर महिलाओं का हंगामा,... వయోవృద్ధుల హక్కులకు చట్టంలో రక్షణ: ఆది... टिब्बी पुलिस ने नाकाबंदी के दौरान 50 ल... झारखंड एकेडमिक काउंसिल (JAC) ने जारी क... અમરેલીના કેરિચાડ અને કુંકાવાવ તાલુકાના... बलगठ के दूरस्थ आदिवासी इलाकों में बच्च...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

તવડી પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

✍️ रिपोर्टर: Divyarajsinh Gohil 🗓 01 अक्टू. 2026, 04:32 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સી.આર.સી. વલી દ્વારા પ્રાથમિક શાળા તવડી ખાતે સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો સફળતાપૂર્વક યોજાયો હતો.

આજ રોજ સી.આર.સી. વલીના નેજા હેઠળ સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો પ્રાથમિક શાળા તવડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આજરોજ તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સી.આર.સી વલીનો સી.આર સી કક્ષાનો વિજ્ઞાન મેળો પ્રાથમિક શાળા તવડી મુકામે યોજવામાં આવ્યો જેમાં ગણિત વિજ્ઞાન વિષયને લગતા પાંચ વિભાગો ની કૃતિઓ વલી સી.આર.સીની તેર શાળા ની કુલ પંદર કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં વિભાગ-૧માં પ્રા.શા ખાલક, વિભાગ -રમાં પ્રા.શા. તવડી, વિભાગ-૩ માં વલા, વિભાણ-૪ માં પ્રા.શા વલા, વિભાગ -પ માં પ્રા .શા રાયસીંગપુરા પ્રથમ ક્રમે આવેલ છે.
આ પ્રસંગે ઝઘડીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રીશ્રી અતિન્દ્રસિંહ ગોહિલ, C.R.C. કો ઓર્ડિનેટર હરદીપસિંહ માત્રોજા અને વલી સી. આર .સી ની તમામ શાળાના આચાર્યશ્રી , માર્ગ દર્શક શિક્ષકમિત્રો અને બાળ વૈજ્ઞાનિક હાજર રહ્યા હતા.
દરેક વિભાગની પ્રથમ ત્રણ વિજેતા કૃતિને પ્રમાણપત્ર અને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા.

આ વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અને તેમની અંદર રહેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રકારના આયોજનો વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
📲Get App