स्थानीय
પલસાણા નજીક હાઈવે પર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી
यहाँ देखें:
📘 Facebook
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર તુંડી ગામ પાસે CNGની ખાલી બોટલો ભરેલા આઈશર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પસાર થતા NE-4 અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર તુંડી ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. CNGની ખાલી બોટલો ભરેલો એક આઈશર ટેમ્પો આગળ ચાલી રહેલા વાહન સાથે અથડાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોની આગળની કેબિનમાં આગ લાગી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, UP 32 RN 3605 નંબરનો આઈશર ટેમ્પો CNGની ખાલી બોટલો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન, તુંડી ગામ પાસે અચાનક આગળ જઈ રહેલા વાહન સાથે તેનો અકસ્માત થયો. અકસ્માતના પગલે ટેમ્પોના ચાલકે સમય સૂચકતા વાપરીને ટેમ્પોને રોડની બાજુમાં ઉભો રાખી દીધો હતો.
આગ લાગ્યા બાદ ટેમ્પો ચાલક સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગના કારણે ટેમ્પોને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો અને અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી હતી.