अपराध
જાફરાબાદના લોઠપુર ગામે વેપારી પર જૂના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલો
જાફરાબાદના લોઠપુર ગામે એક વેપારી પર જૂના ઝઘડાની અદાવતમાં તલવાર, છરી અને પાઈપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાફરાબાદના લોઠપુર ગામમાં જૂના ઝઘડાની અદાવતમાં એક વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સંદર્ભે ગુલુભાઈ મામદભાઈ ભુકેરા (ઉં.વ. 52) દ્વારા તેમના જ ગામના લાલો ઉનડભાઈ ભુવા, વિપુલભાઈ ઉનડભાઈ ભુવા, ખોડુભાઈ ઉનડભાઈ ભુવા તથા બચ્ચાદર ગામના લાલાના કુઈનો છોકરા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસમાં જાહેર થયેલી વિગતો અનુસાર, ફરિયાદી ગુલુભાઈનો આજથી બે વર્ષ પહેલા લાલો ઉનડભાઈ ભુવા સાથે માથાકૂટ થઈ હતી. આ જૂના ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ થઈ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. આરોપીઓ ફરિયાદીના ઘરે ગેરકાયદે પ્રવેશ કરી તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.
ત્યારબાદ આરોપીઓએ તલવાર, છરી, લોખંડનો પાઈપ તથા લાકડી જેવા હથિયારો વડે ફરિયાદીના માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ સમગ્ર મામલે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. આર.જી. ચૌહાણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.