🔥 ट्रेंडिंग ਡੇਰਾ ਬੱਸੀ ’ਚ ਇੱਕੋ ਸਮੇਂ ਉਡੇ 500 ਡਰੋਨਾਂ... દહીસર ગામે થયેલ ચોરી एटा: नवरात्रि को लेकर अलीगंज में पीस क... छत्तीसगढ़ के कांकेर जंगल में माओवादी ह... छत्तीसगढ़ हाई कोर्ट ने अध्ययन अवकाश मे... छत्तीसगढ़ में NEET UG राउंड 3 पंजीकरण...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
यात्रा

સુરતને મળી વંદે ભારત ટ્રેનની ભેટ: ઉદયપુર સાથે સીધું જોડાણ, ભાડું અને સમયપત્રક જાહેર

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 अक्टू. 2026, 10:26 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દક્ષિણ ગુજરાતના સુરત શહેરને તેની પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે, જે હવે સીધી રાજસ્થાનના ઉદયપુરને જોડશે. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ આવતીકાલે ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરશે.

દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ હબ સુરતને તેની પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. સુરતથી સીધી રાજસ્થાનના પ્રવાસન ધામ ઉદયપુરને જોડતી આ સેમી-હાઇસ્પીડ ટ્રેનને આવતીકાલે શુક્રવારે બીજી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ લીલીઝંડી બતાવી રવાના કરશે. ઉદ્ઘાટન સ્પેશિયલ રન બાદ 4 ઓક્ટોબરથી આ ટ્રેન નિયમિત સમયપત્રક મુજબ પાટા પર દોડશે, જેનાથી બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 7 કલાક 30 મિનિટમાં કાપી શકાશે.

ચેર કારનું ₹1,515 અને એક્ઝિક્યુટિવનું ₹2,720 ભાડું મુસાફરો માટે સૌથી મહત્ત્વના એવા ટિકિટના દર પણ સામે આવી ગયા છે. આ ટ્રેનમાં બે શ્રેણીના કોચ રહેશે, જેમાં ભાડું નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવ્યું છે: ચેર કાર (CC): ₹1,515 પ્રતિ મુસાફર અને એક્ઝિક્યુટિવ ચેર કાર (EC): ₹2,720 પ્રતિ મુસાફર છે. ટ્રેન નં. 26903 માટેનું નિયમિત ટિકિટ બુકિંગ 1 ઓક્ટોબરથી IRCTCની વેબસાઇટ, મોબાઇલ એપ તથા રેલવે સ્ટેશનના PRS કાઉન્ટરો પર શરૂ કરી દેવામાં આવ્યું છે.

ટ્રેનના નિયમિત શિડ્યુઅલ મુજબ, ટ્રેન નં. 26903 સુરતથી સવારે 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 01:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચાડશે. જ્યારે પરત ફરતી વેળા ટ્રેન નં. 26904 ઉદયપુરથી બપોરે 03:35 વાગ્યે ઊપડીને રાત્રે 11:00 વાગ્યે સુરત સ્ટેશને આવી પહોંચશે. અઠવાડિયામાં મંગળવાર સિવાયના બાકીના છ દિવસ આ ટ્રેનની નિયમિત સેવા મળશે.
📲Get App