🔥 TRENDING जनसुराज पार्टी के सूत्रधार प्रशांत किश... হাওড়া জেলার বাগনান ও কুলগাছিয়ায় প্র... હિંમતનગરમાં ગ્રોમોર કેમ્પસ દ્વારા ટ્રા... মুঙ্গিয়াকামি থানায় নাইট পেট্রোলিংয়ে... Punjab Congress Leader Warring Set to... Punjab Congress Grapples With New Jat...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

તલોદ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ શ્રમદાન કાર્યક્રમ યોજાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 03:04 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે તલોદ નગરપાલિકા વિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન હેઠળ ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ શરૂ થયેલા દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા–૨૦૨૬” અભિયાન અંતર્ગત, આજે તલોદ નગરપાલિકા વિસ્તારમાં “એક દિવસ, એક કલાક, એક સાથે” શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સહભાગી બની શ્રમદાન કરવાનો અવસર મળ્યો હતો..

આ પ્રસંગે સ્વચ્છતા એ માત્ર એક અભિયાન નહીં, પરંતુ સૌની દૈનિક આદત અને સામૂહિક જવાબદારી છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો. વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સામૂહિક પ્રયાસો માટે પ્રોત્સાહિત કરવાનો હતો. પૂજ્ય બાપુ અને વડાપ્રધાનશ્રીના સ્વપ્ન સમાન સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ ભારતનું નિર્માણ નાગરિકોની સક્રિય જનભાગીદારીથી જ શક્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.
📲Get App