🔥 TRENDING સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આ... મુન્દ્રામાં ભૂખી નદી પાસે ખુલ્લેઆમ દાર... હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ... લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કર... ग्वालियर: अतिथि शिक्षक पर महिला शिक्षि... Three Accused in 15-Lakh Fraud Over Fa...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેર ગામમાં આંગણ ઉત્સવની ઉજવણી: આગેવાનો અને ગ્રામજનો જોડાયા
Local

નેર ગામમાં આંગણ ઉત્સવની ઉજવણી: આગેવાનો અને ગ્રામજનો જોડાયા

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 10:30 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભચાઉ તાલુકાના નેર ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભચાઉ તાલુકાના નેર ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં તાજેતરમાં આંગણ ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાલ વિકાસ અને ગ્રામજનોના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરબતભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નેર ગામના સભ્ય શ્રી શાંતિબેન હરિભાઈ સુથાર અને સભ્ય શ્રી સામતભાઈ આહિરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દિનેશભાઈ આહિર અને આરોગ્ય વિભાગના પ્રતિનિધિ ગીતાબેન આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આંગણવાડી વર્કર રમીબેન કે ગાગલ, જ્યોતીબેન પરસોતમ રાજગોર, હેલ્પર માલીબેન રાજેશભાઈ આહિર, પફુલાબેન, ભાવિ કાબેન અને માલીબેન સહિત તમામ કાર્યકર્તાઓ અને બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી. દરેક મહેમાન અને સભ્યોનું સન્માન સમારોહ યોજાયો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમસ્ત ગ્રામજનો, બહેનો અને તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમને સફળતા મળી હતી. ગામના બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડી કેન્દ્રની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
📲Get App