🔥 TRENDING Congress Leader Arrested in Amritsar O... Delhi Police Claims Gurugram Police De... Amitabh Bachchan Remembers Shooting De... Yami Gautam Dhar Shares Secrets of Por... Car Crash Reported in Las Vegas, Autho... Mahalakshmi Scheme Drives 97.20 Lakh R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મુંદરા પોલીસે ઘનશ્યામ કોમ્પ્લેક્ષમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો, ત્રણ આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 11:12 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંદરા નજીક ધ્રબ સીમમાં આવેલ ઘનશ્યામ કોમ્પ્લેક્ષમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુંદરા પોલીસને બાતમી મળી હતી કે ધ્રબ સીમમાં આવેલા ઘનશ્યામ કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાનોમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન દુકાનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં પુનશી નારણભાઈ ગઢવી (ઉ.વ. ૨૫), વિશ્રામ નારણભાઈ ગઢવી (ઉ.વ. ૧૯) અને નિફુલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૮) નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મુંદરા તાલુકાના રહેવાસી છે.

પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા ૯૮,૩૮૧/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં વિવિધ બ્રાન્ડની બીયર, વ્હિસ્કી અને વોડકાની બોટલો તેમજ ત્રણ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે દારૂના જથ્થા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૯૮,૩૮૧/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App