🔥 TRENDING પાટણ નગરપાલિકાના વોર્ડ નં. ૪, ૫, ૬, ૭,... हाथरस सादाबाद हत्याकांड खुलासा Rahul Gandhi Calls for Opposition Unit... Vijay Appointed Tamil Nadu Minister –... Koffee With Karan Show Concludes: Who... New Song ‘Kon Varuvaan’ Released for U...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગરુડેશ્વરથી નીકળેલો અંબાજી પગપાળા સંઘ તિલકવાડા પહોંચ્યો

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 01 Oct 2026, 09:04 AM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું તિલકવાડા; ગલીએ ગલીએ ભક્તોએ કર્યું ભાવભીનું સ્વાગત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેથી અંબાજી માતાના દર્શનાર્થે નીકળેલો વર્ષોથી ચાલતો અંબાજી પગપાળા સંઘ મોટી સંખ્યામાં માઈભક્તો સાથે તિલકવાડા ખાતે પહોંચ્યો હતો. સંઘના આગમનથી સમગ્ર તિલકવાડા નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
‘બોલ મારી અંબે, જય જય અંબે’ના ગગનભેદી જયઘોષ સાથે સંઘ તિલકવાડા નગરમાંથી પસાર થયો હતો. નગરની ગલીએ ગલીએ સ્થાનિક ભક્તો દ્વારા સંઘનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘમાં જોડાયેલા ભક્તોના ચહેરા પર માતાજીના દર્શનની આતુરતા અને શ્રદ્ધાનો ભાવ જોવા મળ્યો હતો.
ગરુડેશ્વરથી અંબાજી સુધીની આ પગપાળા યાત્રા વર્ષોથી યોજાઈ રહી છે અને દર વર્ષે મોટી સંખ્યામાં માઈભક્તો તેમાં જોડાય છે. યાત્રા દરમિયાન ભક્તો માતાજીના જયઘોષ, ભજન અને કીર્તન સાથે ઉત્સાહભેર આગળ વધે છે.
તિલકવાડા ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે અંબાજી પગપાળા સંઘ ફરી અંબાજી ધામ તરફ આગળની યાત્રા માટે રવાના થયો હતો. ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદ સાથે ભક્તોએ યાત્રા આગળ ધપાવી હતી.
હવે સંઘ તિલકવાડાથી આગળ અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યો છે. માતાજીના દર્શનની શ્રદ્ધા અને સંકલ્પ સાથે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી આ યાત્રા ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક આસ્થાનું અનોખું ઉદાહરણ બની રહી છે.
📲Get App