🔥 TRENDING India’s Factory Growth Hits 7‑Month Hi... India's Growth Momentum Remains Strong... India's Economy Expected to Grow 7.3%... Devotional Film 'Hanuman Ansh' Surpass... Paradise Hits Rs 154 Cr Worldwide on D... Ancy Sojan Misses Asian Games Gold by...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢમાં ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ કડિયાવાડ બજારમાં કર્યું શ્રમદાન

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 01 Oct 2026, 01:22 PM 👁 29
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ કડિયાવાડ બજારમાં સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

જૂનાગઢ, 2 ઑક્ટોબર: મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છ ભારત મિશનની ઉજવણીના ભાગરૂપે, રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા પરિવહન રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જૂનાગઢના કાળવા ચોક ખાતે આવેલી કડિયાવાડ બજારમાં સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે સફાઈ કર્મચારીઓ સાથે મળીને શ્રમદાન કર્યું અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

આ સફાઈ અભિયાન દરમિયાન, રાજ્યમંત્રીશ્રીએ સફાઈ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો અને તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપી. તેમણે કડિયાવાડ બજારના લારીધારકો સાથે પણ સહજતાથી વાતચીત કરી અને બજારમાં સ્વચ્છતા જાળવવા માટે સૌના સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો. આ ઉપરાંત, નાના શાકભાજી વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે તેમણે પ્રતીકાત્મક રીતે ખરીદી પણ કરી હતી.

રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, દેશભરમાં યોજાઈ રહેલી સફાઈ ઝુંબેશની જેમ જૂનાગઢમાં પણ આ પહેલ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજી દ્વારા શરૂ કરાયેલી સ્વચ્છતાની ચળવળને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગળ ધપાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર એક અભિયાન પૂરતી સીમિત ન રહેતા, તે આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ બનવી જોઈએ.

આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, દંડક શ્રી કલ્પેશ અજવાણી, મહાનગરપાલિકા કમિશનર શ્રી આઈ. આર. વાળા, ડેપ્યુટી કમિશનર શ્રી કે. સી. વાઘેલા સહિત અનેક સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને કોર્પોરેટરો પણ આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા.
📲Get App