🔥 TRENDING સફાઈમિત્રો માટે આરોગ્ય તપાસ શિબિરનું આ... મુન્દ્રામાં ભૂખી નદી પાસે ખુલ્લેઆમ દાર... હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ... લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કર... ग्वालियर: अतिथि शिक्षक पर महिला शिक्षि... Three Accused in 15-Lakh Fraud Over Fa...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

વાયોરમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળાનું આયોજન, ૧૧ શાળાઓના બાળવૈજ્ઞાનિકો જોડાયા

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 09:51 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અબડાસા તાલુકાના વાયોર ગ્રુપ શાળા ખાતે સી.આર.સી. કક્ષાનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો, જેમાં ૧૧ શાળાઓના બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.

અબડાસા તાલુકાના વાયોર ગ્રુપ શાળા ખાતે ૨૯ સપ્ટેમ્બરના રોજ સી.આર.સી. કક્ષાનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો. 'ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન અને ટેકનોલોજી' વિષય પર આધારિત આ મેળામાં વાયોર ગ્રુપની કુલ ૧૧ શાળાઓના બાળવૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામદેવસિંહ જાડેજા (BRC MIS), વાચોર જૂથ પંચાયતના સરપંચ સુખદેવસિંહ જાડેજા, SMC અધ્યક્ષ આમદભાઈ ઓઢેજા, CRC CO. જયેશભાઈ જાદવ, યજમાન શાળાના આચાર્ય દિનેશભાઈ ગામેતી તથા અનેક માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, રામદેવસિંહ જાડેજાએ વિજ્ઞાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે યજમાન શાળાના આચાર્ય દિનેશભાઈ ગામેતીએ બાળકોને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા રિબિન કાપીને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મેળાના અંતે, શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરનાર બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વાગોઠ શાળાના આચાર્ય અનિરુધસિંહ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App