🔥 TRENDING Congress Leader Arrested in Amritsar O... Delhi Police Claims Gurugram Police De... Amitabh Bachchan Remembers Shooting De... Yami Gautam Dhar Shares Secrets of Por... Car Crash Reported in Las Vegas, Autho... Mahalakshmi Scheme Drives 97.20 Lakh R...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મુંદ્રાના સમાઘોઘામાં જિંદાલ કંપની સામે સ્થાનિકોનો આક્રોશ, મામલતદારને આવેદનપત્ર

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 10:24 PM 👁 31
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સમાઘોઘા ગામના યુવા સંગઠને જિંદાલ કંપનીમાં સ્થાનિક યુવાનોને નોકરીમાં અગ્રિમતા અને CSR ફંડના પારદર્શક ઉપયોગની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું.

કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકા સ્થિત સમાઘોઘા ગામમાં કાર્યરત જિંદાલ કંપનીની નીતિઓ સામે સ્થાનિક સ્તરે અસંતોષ ફાટી નીકળ્યો છે. કંપની દ્વારા સ્થાનિક યુવાનોની ઉપેક્ષા કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગામના યુવા સંગઠને વહીવટી તંત્રનું દ્વાર ખખડાવી મામલતદારને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે.

આવેદનપત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે કે ઔદ્યોગિક એકમમાં સ્થાનિક યુવાનોને કાયમી નોકરીઓમાં અગ્રીમતા આપવામાં આવે તેમજ લાંબા સમયથી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને કાયમી ધોરણે સમાવી લેવામાં આવે. આ સાથે કંપની દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ ફાળવવામાં આવતા ફંડની વિગતો સાર્વજનિક કરી તેનો ઉપયોગ સમાઘોઘા ગામના પાયાના વિકાસ કાર્યો પાછળ જ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી મુકાઈ છે.

યુવા અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર અને કંપની મેનેજમેન્ટ દ્વારા આ વાજબી પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનોને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
📲Get App