🔥 TRENDING मुरैना: फर्जी अंकसूची से डाक विभाग में... Ujjain police arrest ‘Mohammad’ Deepak... Pathria Police Seize 11.15 kg Cannabis... Mahakaleshwar Temple to Offer Free Pra... લીંબાયત પોલીસ સ્ટેશન પર ફરી અત્યાચારનો... નેર ગામમાં આંગણ ઉત્સવની ઉજવણી: આગેવાનો...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

તલોદ સિવિલ હોસ્પિટલમાં મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન, અનેક નાગરિકોએ લાભ લીધો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 01 Oct 2026, 09:44 PM 👁 20
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તલોદ ખાતે મફત નેત્ર ચિકિત્સા અને નિદાન કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો..

સાબરકાંઠામાં-:
સેવા એ માત્ર કાર્ય નથી,પરંતુ સંવેદના છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના અવિરત ૨૫ ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના અવસરે તલોદ તાલુકા અને શહેર સંગઠન દ્વારા તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે એક મફત નેત્ર ચિકિત્સા અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં ઉપસ્થિત રહીને સહભાગી થવાનો અવસર મળ્યો હતો.આ સેવાકીય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈની આંખોમાં ફરીથી સ્પષ્ટ દુનિયા જોવાની ક્ષમતા પાછી લાવવાનો,જરૂરિયાતમંદ વડીલોને દૃષ્ટિની નવી આશા આપવાનો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી નિઃશુલ્ક આરોગ્ય સેવા પહોંચાડવાનો હતો..

આ ભાવના સાથે આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈને તેનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા,સંવેદના અને સમર્પણની જીવંત અનુભૂતિ થઈ હતી. વડાપ્રધાનશ્રીના "સેવા પરમો ધર્મઃ" ના ભાવને આત્મસાત કરીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાના સંકલ્પને આગળ વધારવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
📲Get App